Sunday, 31 January 2021

NMMS પરીક્ષા શુ છે? NMMS પરીક્ષાની સમ્પુર્ણ માહીતી 2021

 


આજે આપણે ધોરણ8 ના વિધાર્થીઓ જે NMMS ની પરીક્ષાઆપે છે. તેના વિશે સમ્પુર્ણ માહીતી જોઇશુ. 


NMMS પરીક્ષાનુ પુરું નામ 

"National Means cum Merit Scholarship scheme"

" નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના"


NMMS પરીક્ષા કોણ લે છે?

રાજ્ય પરીક્ષા બોર્ડ ,ગુજરાત રાજ્ય ,સેકટર-૨૧ ,ગાંધીનગર


NMMS પરીક્ષા યોજના કોણે અમલમાં મુકી?

MHRD,NEW DILHI


NMMS પરીક્ષા કોણ આપી શકે?

ધોરણ ૮ મા ભણતા વિધાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. 


NMMS પરીક્ષા પાસ થાય અને મેરીટમાં આવીએ તો કેટલા રૂપિયા મળે?

પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત કોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ! ૧000/ લેખે વાર્ષિક રૂ ૧૨૦૦૦/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે.

શિષ્યવૃત્તિની રકમ MIRD દ્વારા સીધી જ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં National Scholarship Portal મારફતે કરો.


વિધાર્થીની લાયકાત

વિધાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમા (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાંટેન્ડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિધાર્થીઓ આ પરીક્ષા આપી શકે. 


જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ૭માં ઔછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ. અનુસૂચિત જાતિ (sc) અને અનુસૂચિત જનજાતિ  વિદ્યાર્થીએ ધોરણ-૭માં ઓછામાં ઓછા ૫૦ % ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.


તમામ ગ્રેટેગરીના વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવક રૂ. ૧૫૦,૦૦૦/- થી વધુ ના હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.


*ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા/ સેલ્ફ ફાઇનાન્સ શાળા, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવૌદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહિ.


વાલીની આવક મર્યાદા

NMMSની પરીક્ષા નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ૧૫૦૦૦ થી વધારે ના હોવી જોઇએ. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ  જોડવાની રહેશે. (સરકાર દ્રારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે)


પરીક્ષા ફી 

જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ.૭૦/- રહેશે.

પી.એચ.એસ.સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂા.૫૦/- રહેશે.

સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.

કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિં.


પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ 

1) MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી – ૯0 પ્રશ્નો – ૯૦ ગુણ – ૯૦ મિનિટ  

2) SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી – ૯0 પ્રશ્નો – ૯૦ ગુણ – ૯૦ મિનિટ 


1) MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી – ૯0 પ્રશ્નો – ૯૦ ગુણ – ૯૦ મિનિટ  

શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના પ્રશ્નો 

સાદ્રશય

વર્ગીકરણ

સંખ્યાત્મક શ્રેણી

પેટર્ન

છુપાયેલ આક્રુતિ 


2) SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી – ૯0 પ્રશ્નો – ૯૦ ગુણ – ૯૦ મિનિટ 


ધોરણ ૭ માટેનો ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસ

ધોરણ ૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસ


કસોટીનું માળખું:


પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે. વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશો તે માધ્યમનું પેપર આપવામાં આવશે.

આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question-MCQ ) રહેશે.

દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.

આ કસોટીઓના મુલ્યાંકનમાં કોઇ નકારાત્મક મુલ્યાંકન રહેશે નહી. 

અંધ વિદ્યાર્થીઓને ૩૦ મિનીટનો વધારાનો સમય મળવાપાત્ર થશે.


જરૂરી આધારો / પ્રમાણપત્રો :

ઓનલાઇન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ સાથે નીચે મુજબના પ્રમાણપત્રો જોડવાના હેશે,

ફી ભર્યાનું ચલણ (માત્ર SEB કોપી)

આવકના દાખલાની પ્રમાણિત નકલ. (સરકારી અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો

ધોરણ ૭ ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલો

જાતિ અંગોના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ. (સકારા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનું છોડવા નો રો] (જો લાગુ પડતુ હોય તો)

વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો લાગુ પડતું હોય તો)


NMMS ની ઓનલાઇન પ્રેકટીસ ટેસ્ટની   GCERT અને SEB દ્વારા શરૂઆત

ધોરણ 8ના NMMS ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય કક્ષાએથી યોજશે પ્રેકટીસ ટેસ્ટ

◼️ NMMS ટેસ્ટ

👉🏻અહી ક્લીક કરો


NMMS Exam Question Pepar 2021 નું પ્રશ્નપત્રક ડાઉનલોડ કરો.




જો તમને મારી આ પોસ્ટ ગમી હોય તો જરૂર થી કોમેંટ કરજો..... જય ભારત જય હિંન્દ














No comments:

Post a Comment