વિધાર્થીમિત્રો આજે આપણે ગણિત વિષયમાં લસાઅ અને ગુસાઅ વિશે માહીતી મેળવીશુ.લસાઅ અને ગુસાઅ ના દાખલા કેવી રીતે ગણવા તેની સંપુર્ણ સમજ આજે મેળવીશુ.
લસાઅ અને ગુસાઅ નુ પુરુ નામ
લ.સા.અ = લઘુતમ સામાન્ય અવયવ
ગુ.સા.અ = ગુરુતમ સામાન્ય અવયવ
લઘુતમ સામાન્ય અવયવ (લસાઅ)
લસાઅ એટલે નાનામાં નાનો સામાન્ય અવયવ.
લસાઅ શોધવાની બે રીત છે.
1) ભાગાકારની રીત
2)અવયવ ની રીત
ભાગાકારની રીતે થી આપણે લસાઅ શોધીશુ.
1) 100 અને 50 નો લસાઅ ગણો.
=100
આમ 100 અને 50 નો લસાઅ નો જવાબ 100 આવે.
જરુર વાચો- વિભાજ્યતાની ચાવીઓ
અવયવની રીતે થી આપણે લસાઅ શોધીશુ.
1) 100 અને 50 નો લસાઅ ગણો.
100= 2×2×5×5
50=2×5×5
લસાઅ = 2×2×5×5
=100
આમ 100 અને 50 નો લસાઅ નો જવાબ 100 આવે.
ગુરુતમ સામાન્ય અવયવ
ગુસાઅ એટલે મોટામા મોટો સામાન્ય અવયવ.
ગુસાઅ શોધવાની બે રીત છે.
1) ભાગાકારની રીત
2)અવયવ ની રીત
ભાગાકારની રીતે થી આપણે ગુસાઅ શોધીશુ.
1) 100 ,50 અને 25 નો ગુસાઅ શોધો
100= 2×2×5×5
50=2×5×5
25=5×5
ગુસાઅ= 5×5
=25
100 ,50 અને 25 નો ગુસાઅ નો જવાબ 25 આવે.
અવયવની રીત થી આપણે ગુસાઅ શોધીશુ.
1) 100 ,50 અને 25 નો ગુસાઅ શોધો
100,50 અને 25 ના અવયવો પાડીશુ.
100= 2×2×5×5
50=2×5×5
25=5×5
ગુસાઅ= 5×5
=25
100 ,50 અને 25 નો ગુસાઅ નો જવાબ 25 આવે.
આ રીતે બીજા દાખલા પણ ગણી શકાય.
ગુસાઅ શોધો.
1) 25,30,60
2) 50,100,200
3) 10,30,60
લસાઅ શોધો
1) 40,90
2) 30,60,90
3) 45,60,90
No comments:
Post a Comment