આપણે જે ખોરાક ખાઇએ છીએ તે ખોરાકનું સરળ સ્વરૂપમાં રૂપાતર થાય છે. અપાચિત ખોરાક મળમાં રૂપાતરિત થાય છે.અને તે શરીરની બહાર નિકાલ પામે છે.આ ક્રિયાને પાચન કહે છે .અને તેની સાથે સંકળાયેલા અંગોથી બનતી રચનાને પાચનતંત્ર કહે છે. તો વિધાર્થી મિત્રો આજે આપણે મનુષ્યના પાચનતંત્રની રચના સમજીશુ.
મનુષ્યના પાચનતંંત્રના અંંગો -
1) મુખગૃહા
2) અન્નનળી
3)જઠર
4) નાનું આંતરડું
5) મોટું આંતરડું
6)મળાશય
7)મળદ્વાર
મનુષ્યના સહાયકપાચન અંગો-
1) લાળગ્રંથિ
2) યકૃત
3) સ્વાદુપિડ
મનુષ્યના પાચનતંંત્રની આકૃતિ કેવી રીતે દોરવી-
મનુષ્યના પાચનતંંત્રના અંંગો -
આજે આપણે જે ખોરાક લઇએ છીયે અને ક્રમશ: જુદા જુદા અંગો માંથી પસાર થઇ કેવી રીતે તેનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. તે સમગ્ર પ્રોસેસ વિશે જાણીશુ.
મુખગૃહા -
1) ખોરાક મોં દ્વારા ગ્રહણ થાય છે. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંત:ગ્રહણ કહે છે. આપણે દાંત વડે ખોરાક ને ચાવીએ છીએ અને તેના નાના નાના ટુકડાઓમાં ફેરવી છીએ.આપણા દાંત પણ અલગ અલગ હોય છે.જેમકે કાપવા,ભરડવા, ચીરવાના,ફાડવાના , બચકું ભરવાના ..... આમ આપણે કોઇ પણ ખોરાક ખાઇએ તેનુું એક સરળ સ્વરૂપમાંં રૂપાંતર થાય છે.
2)આપણા મોઢામાં લાળગ્રંથિ હોય છે.તેમાંંથી લાળરસનો સ્ત્રાવ થાય છે. જેે ખોરાકમાં લીધેલ
સ્ટાર્ચનુ પાચન કરી શર્કરામાં ફેરવે છે. જેમ જેમ આપણે ખોરાકને વધુ ચાવીએ તેમ તેમ લાળરસ વધુ ભરે છે. અને આપણને ખોરાક મીઠો લાગે છે.
3) આમ આપણે લીધેલ ખોરાકમાં રહેલ સ્ટાર્ચ નુ પાચન મોઢામાં જ શરૂ થઇ જાય છે. ત્યાર પછી ખોરાક અન્નનળીમાં જાય છે.
અન્નનળી-
1)મોઢામાંથી ખોરાક અન્નનળીમાં થઇ ને આગળ વધે છે.
2)અન્નનળીની દિવાલ ના હલનચલનને કારણે ખોરાક ધીમે ધીમે આગળ વધે છે. અને પછી જઠરમાં પહોચે છે.
જઠર-
1) જઠર એક જાડી દીવાલવાળી કોથળી છે. તેનો આકાર પહોળો 'J' જેવો છે. તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે.
2) જઠર એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે.
3) જઠર માં ત્રણ પ્રકારના પદાર્થ હોય છે.
અ) શ્લેષ્મનામનો ચીકણો પદાર્થ
બ) હાઇડ્રોક્લોરીક એસિડ
ક) પાચકરસ
4) શ્લેષ્મનામનો ચીકણો પદાર્થ જઠરની અંદરની દિવાલને રક્ષણ આપે છે.
5) આપણે જે ખોરાક ખાઇએ છીએ એમા ઘણા બધા બેક્ટેરિયા હાજર હોય છે. તે બેક્ટેરીયા હાઇડ્રોક્લોરીક એસિડ ને લીધે નાશ પામે છે. જે ખોરાકને એસિડિક બનાવે છે. અને આપણા શરીરને રોગો સામે રક્ષણ મળે છે.
6) પાચકરસ આપણે જે ખોરાક લીધો હોય એમા રહેલ પ્રોટીનનું પાચન કરે છે. અને સરળ ઘટકોમાં રુપાંતર કરે છે.
7) જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જાય છે.
નાનું આંતરડું-
1)નાનુ આંતરડું એ અત્યંત ગુંચળામય અને 7.5 મીટ્રર લાંબુ હોય છે. તે યકૃત અને સ્વાદુપિડ ના સ્ત્રાવો મેળવે છે. સાથે સાથે તેની દિવાલ પણ રસોનો સ્ત્રાવ કરે છે.
2) યકૃત એ લાલાશ પડતાં બદામી રંગની ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે.તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે.તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે.
![]() |
યકૃત |
3) જે પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલ હોયછે. પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે.
4) સ્વાદુપિંંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે. જે જઠરની નીચે આવેલી છે. તેમાથી સ્ત્રવતો સ્વાદુરસ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં ફેરવે છે.
No comments:
Post a Comment