Wednesday, 11 May 2022

2 ની વિભાજ્યતાની ચાવી /3 ની વિભાજ્યતાની ચાવી/ 4ની વિભાજ્યતાની ચાવી/5 ની વિભાજ્યતાની ચાવી/ vibhajyataani chavio ank 1 thee 5


 


 

નમસ્કાર વિધાર્થી મિત્રો, આજે આપણે  અંક 2 થી 5 ની વિભાજ્યતાની ચાવીઓ / vibhajyataani chavio વિશે જોઇશું. 

કોઇ પણ સંખ્યાને આપણે સરળતાથી ભાગી શકીશુ કે નહી એટલે નિ:શેષ ભાગી શકાશે કે નહી તે ખુબજ ઝડપથી નક્કી કરવા માટે વિભાજ્યતાની ચાવીઓ / vibhajyataani chavio નો ઉપયોગ થાય છે.

 

2 ની વિભાજ્યતાની ચાવી (vibhajyataani chavio)- જો કોઇ સંખ્યાનો એકમનો અંક 0,2,4,6,8 હોય તો તે સંખ્યાને 2 વડે હંમેશા નિ:શેષ ભાગી શકાય.

 

દા.ત- 1) 248 - એકમનો અંક 8 છે તેથી 248 ને 2 વડે નિ:શેષ ભાગી શકાય.

       2) 5002- એકમનો અંક 2 છે તેથી 5002 ને 2 વડે નિ:શેષ ભાગી શકાય.

       3) 369 - એકમનો અંક 9 છે તેથી 369 ને 2 વડે નિ:શેષ ભાગી શકાય નહિ.

 

 

3 ની વિભાજ્યતાની ચાવી (vibhajyataani chavio)- જો કોઇ સંખ્યાના બધા જ  અંકોનો સરવાળાને 3 વડે નિ:શેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે નિ:શેષ ભાગી શકાય.

 

દા.ત- 1) 345- અહી 3+4+5=12 થાય. 12 ને 3 વડે ભાગી શકાય છે તેથી 345 ને 3 વડે નિ:શેષ ભાગી શકાય.

       2) 1244- અહી 1+2+4+4=11 થાય. 11 ને 3 વડે ભાગી શકાય નહી તેથી 1244 ને 3 વડે નિ:શેષ ભાગી શકાય નહે.

 

 

4 ની વિભાજ્યતાની ચાવી (vibhajyataani chavio)- જો કોઇ સંખ્યાના એકમ અને દશકના અંકોથી થી બનતી સંખ્યાને 4 નિ:શેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે નિ:શેષ ભાગી શકાય.

 

દા.ત- 1) 516- અહી એકમના અંક અને દશકના અંક થી બનતી સંખ્યા 16 છે. અને 16 ને 4 વડે નિ:શેષ ભાગી શકાય.તેથી આપેલી સંખ્યાને 4 વડે નિ:શેષ ભાગી શકાય.

       2) 1245- અહી એકમના અંક અને દશકના અંક થી બનતી સંખ્યા 45 છે. અને 45 ને 4 વડે નિ:શેષ ભાગી શકાય નહિ.તેથી આપેલી સંખ્યાને 4 વડે નિ:શેષ ભાગી શકાય નહિ.


5 ની વિભાજ્યતાની ચાવી(vibhajyataani chavio)- જો કોઇ સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે હંમેશા નિ:શેષ ભાગી શકાય.

 

દા.ત- 1) 240 - એકમનો અંક 0 છે તેથી 240 ને 5 વડે નિ:શેષ ભાગી શકાય.

       2) 5005- એકમનો અંક 5 છે તેથી 5005 ને 5 વડે નિ:શેષ ભાગી શકાય.

       3) 369 - એકમનો અંક 9 છે તેથી 369 ને 5 વડે નિ:શેષ ભાગી શકાય નહિ.

 

જરુર વાચો-  લસાઅ અને ગુસાઅ ખુબજ સરળ રીતે

 

 

 

 

No comments:

Post a Comment