ધોરણ 7 સામાજિક વિજ્ઞાન (રાજ્યસરકાર ) સ્વાધ્યાય
પ્રશ્ન 1. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પુરો.
1) ગુજરાત વિધાનસભામાં સભ્યસંખ્યા........... છે.
2. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને........ કહે છે.
3. ગુજરાતના વિધાનસભા ભવનનું નામ .......... છે.
4 વિધાનસભાની ચૂંટણી દર …….વર્ષે થાય છે.
5. દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં..........યોજના છે.
(182, વિધાનપરિષદ, વિઠ્ઠલભાઇ પટેલ ભવન , પાંચ , 108 )
પ્રશ્ન 2. –નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો
1) મુખ્યમંત્રી અમૃતમ્ (મા) યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે.
2. દિલ્લી રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે
૩. વિધાનસભાને નીચલું ગૃહ પણ કહેવાય છે.
4. ઉત્તર પ્રદેશમાં વિધાનપરિષદ છે.
5. વિધાનસભા કાયમી ગૃહ છે.
(ખોટું, ખરું, ખરું, ખરું, ખોટું)
પ્રશ્નં ૩- નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો
1)ખરડો કાયદો ક્યારે બને છે?
ઉત્તર : સામાન્ય કે નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓ(ત્રણ તબક્કાઓ)માંથી પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની મંજૂરી મળતાં ખરડો કાયદો બને છે.
(2) રાજય સરકારનાં અંગો જણાવો.
ઉત્તર : રાજ્ય સરકારનાં મુખ્ય ત્રણ અંગો છે :
ધારાસભા, (2) કારોબારી અને (3) ન્યાયતંત્ર,
(3) મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે?
ઉત્તર : રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે.
(4) વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પુછાય છે?
જવાબ- વિધાનસભામાં અધ્યક્ષ (સ્પીકર)ના નામથી પ્રશ્ન પુછાય છે.
( 5 ) રાજયમાં રાષ્ટ્રપ્રમુખશાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે?
જવાબ- રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખશાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ વહીવટ સંભાળે છે.
પ્રશ્ન નં- 4 ટુંક નોધ લખો.
1) રાજ્યપાલનાં કાર્યો
ઉત્તર : રાજ્યપાલનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે.
1) તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે.
(2) તેઓ મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના મંત્રીઓની નિમણુક કરે છે.
(3) તેઓ વિધાનસભાની બેઠક બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખે છે. રાજ્યપાલ જરૂર પડે વટહુકમ બહાર પાડે છે.
(4) તેઓ રાજ્યના એડવોકેટ જન૨લ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે.
( 5 ) તેઓ વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે.
( 6 ) તેઓ રાષ્ટ્ર્પ્રમુખ સાથે વિચાર-વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે.
(7) તેની તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે.
(8) તેઓ રાજ્ય સરકારની કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખને વાકેફ રાખે છે
( 9 ) રાજ્ય માં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય તો તેઓ રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ સંભાળે છે.
(2) જાહેર સ્વાથ્ય સેવાઓ
ઉત્તર : રાજ્યનાં જાહેર આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક સારવાર કેન્દ્રો (PHC), ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો, મોટાં શહેરોમાં આવેલી સિવિલ હોસ્પીટલો, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્ર્મો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણ જતનના કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યકમો વગેરે દ્વારા જાહેર સ્વાસ્થય સેવાઓ રાજ્યના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે. ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ, નશીલી દવાઓ પર નિયંત્રણ, જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયો વગેરેને લીધે રાજ્યના લોકોની સુખાકારી વધે છે. તાત્કાલીક સારવારની સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં 108 ની સુવિધા ઉપલબ્ધ છે.
૩) મુખ્યમંત્રીનાં કાર્યો
ઉત્તર : મુખ્યમંત્રીનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે :
(1)તે મંત્રીમંડળની બેઠકો બોલાવે છે.
(2) તે દરેક મંત્રીનાં કાર્યો પર દેખરેખ રાખે છે.
(3) તે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે.
(4) તે મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલનેઆપે છે.
(5) તે મંત્રીમંડળના મંત્રીઓને જુદાં જુદાં વહીવટી ખાતાંઓની વહેંચણી કરે છે.
( 6 ) તે આવશ્યકતા અનુસાર તે પોતાને યોગ્ય લાગે તેમ મંત્રીમંડળની પુનર્રચના કરે છે.
(7) તે વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે.
( 8 ) તે રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે.
(9) તે સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકેની ફરજો બજાવે છે.
(4) વિધાનસભાની રચના
1)રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ ‘વિધાનસભા’ કહેવાય છે.
2) બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહિ.
3)વિધાનસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા સભ્યોથી થાય છે.
4)રાજ્યના વિસ્તારોને જુદા જુદા મતવિભાગોમાં વહેંચવામાં આવે છે. દરેક મતવિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે.
5)હાલમાં ગુજરાત રાજ્યની વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. દરેક રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા રાજ્યની વસ્તીના ધોરણે નકકી થાય છે.
6) વિધાનસભાના સભ્યોને રાજ્યના 18 કે તેથી વધુ ઉંમરના નોંધાયેલા મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે.
7) ચુંટાયેલો સભ્ય ધારાસભ્ય કે વિધાનસભ્ય કહેવાય છે. અંગ્રેજીમાં તે એમ.એલ.એ. (મેમ્બર ઑફ લેજિસ્લેટિવ એસેમ્બલી)ના નામથી ઓળખાય છે.
8)વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે.
9)કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ ન હોય કે સરકારની રચના થઈ શકે તેમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્ર્પ્રમુખ રાજ્યમાં ‘રાષ્ટ્ર્પ્રમુખશાસન’ લાદે છે.
10)તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. આ પ્રમાણે રચાયેલી વિધાનસભા તેના સભ્યોમાંથી અધ્યક્ષ (સ્પીકર) અને ઉપાધ્યક્ષ (ડેપ્યુટિ સ્પીકર)ને ચૂંટી કાઢે છે.
પ્રશ્નનં-5 નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ- ચાર વાક્યોમાં આપો.
(1) રાજ્ય સરકારનાં મુખ્ય કાર્યો જણાવો
ઉત્તર : રાજ્ય સરકારનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે :
(1)તે લોકકલ્યાણ સાધે છે.
( 2 ) રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થય વગેરેને લગતાં કાર્યો તે કરે છે.
(3) તે સસ્તા અનાજની દુકાનો મા૨ફત ખાદ્યસામગ્રીનું વિતરણ કરે છે.
(4) પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વખતે તે લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડે છે.
(5) તે રાજ્યમાં લોકોને ન્યાયની વ્યવસ્થા, વાહનવ્યવહાર, શિક્ષણસંસ્થાઓ, હૉસ્પિટલો વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે.
(6) તે રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે.
(2) નાગરિકોના સ્વાસ્થય માટે રાજ્ય સરકાર ક્યાં કાર્યો કરે છે?
ઉત્તર : રાજ્યના નાગરિકોના સારા સ્વાસ્થય માટે રાજ્ય સરકાર નીચે દર્શાવેલાં આરોગ્યવિષયક કાર્યો કરે છે :
(1) તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે.
(2) તે ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમોનું આયોજન કરે છે.
(૩) તે દારૂબંધી અને ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ કરે છે.
(4) તે તાત્કાલિક સેવાઓ માટે 108ની યોજના ચલાવે છે.
(5) તે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલનકરે છે.
(6) તે જનઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓ Germericdrugs)નું સસ્તા દરે વિતરણ કરે છે.
(7) મલેરિયા, કમળો, કોઢ, અંધત્વ, મધુપ્રમેહ, ક્ષય, કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા તે આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે.
(૩) વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતો જણાવો.
ઉત્તર : વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતો નીચેપ્રમાણે છે :
(1)તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
(2 ) તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ .
(3) તે સરકારી સંસ્થામાં સવેતન હોદો ધરાવતો હોવો જોઈએ નહિ.
(4) તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહિ.
(4) રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે ?
ઉત્તર :
1)રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ (ગવર્નર), મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે.
2)રાજ્યપાલ વિધાનસભાના બહુમતી પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. .
3)મુખ્યમંત્રીની ભલામણ પ્રમાણે રાજ્યપાલ મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કરે છે. આ રીતે રાજ્યની કારોબારીની રચના થાય છે.
4)મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી તે અધિકારીઓનો પણ કારોબારીમાં સમાવેશ થાય છે.
5)મંત્રીમંડળને ‘રાજકીય કારોબારી” અને વહીવટી અધિકારીઓને ‘વહીવટી કારોબારી કહેવામાં આવે છે.
(6) તે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળીરહે તેનું આયોજન કરે છે.
(7) તે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે.
( 8) તે પ્રજા -કલ્યાણનાં કાર્યો કરે છે.
(9) તે વિધાનસભામાં ખરડા દાખલ કરે છે અને તેમને કાયદાનું સ્વરૂપ અપાવે છે.
(10) નાણામંત્રી રાજ્યનું અંદાજપત્ર તૈયાર કરે છે અને તેને વિધાનસભામાં પસાર કરાવી ,તે મુજબ રાજ્યનાં નાણાંનો વહીવટ કરે છે.
No comments:
Post a Comment