નમસ્કાર મિત્રો આજે આપણે ડુંગળીના કોષનો અભ્યાસ સુક્ષ્મદર્શક્યંત્રની મદદથી કેવી રીતે કરવો તે પ્રયોગ વિશે જોઇશુ. ધોરણ 5 થી 12 માં ભણતા વિધાર્થીઓને તે ખુબજ ઉપયોગી સાબિત થશે.
હેતુ- ડુંગળીના કોષનો અભ્યાસ સુક્ષ્મદર્શક્યંત્રની મદદથી કરવો
સાધનો- સુક્ષ્મદર્શક્યંત્ર, ડુંગળી, વોચગ્લાસ, કવરસ્લીપ , કટર, બ્લોટીગ પેપર
પદાર્થ- મીથીલીન બ્લ્યુ , પાણી
આકૃતિ-
રીત-
1) સૌ પ્રથમ એક સુક્ષ્મદર્શકયંત્ર લો.
2) ત્યાર બાદ એક ડુંગળી લઇ તેનું ઉપરનું ગુલાબી પડ કટર વડે દુર કરો. પછી આ ગુલાબી પડની અંદરથી એક પડ નિકાળો.
3) આ પડ ને પાણી ભરેલા વોચગ્લાસ મા મુકો. ત્યાર પછી તેમા ચાર થી પાંચ ટીંપા મીથીલીન બ્લ્યુ ના નાખો.જેથી ડુંગળીનો કોષ અભિરંજિત થશે.
4) પછી ડુંગળીનો કોષ ઉપર કવર સ્લીપ મુકો. અને વધારાનું પાણી બ્લોટીંગ પેપર વડે દુર કરો.
5) હવે આ કાચની સ્લાઇડ ને સુક્ષ્મદર્શકયંત્ર માં મુકી તેનુ અવલોકન કરો.
અવલોકન-
અવલોકન કરતા માલુમ પડયુ કે ડુંગળીના કોષમાં કોષદિવાલ, કોષરસ, કોષકેંન્દ્ર જોવા મળે છે.
નિર્ણય-
ડુંગળીના કોષનો અભ્યાસ સુક્ષ્મદર્શક્યંત્રની મદદથી નિહાળ્યો.
No comments:
Post a Comment